પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનો 100% હિસ્સો વેચવાનો સરકારનો નિર્ણય
પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં તેનો સંપૂર્ણ 100 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. બિડરોએ ખાનગીકરણ પછી કોઈ સરકારી ભૂમિકા વિના
સંપૂર્ણ મેનેજમેન્ટ અંકુશની માગણી કર્યા પછી સરકારે આખે આખી એરલાઇન વેચવાનો નિર્ણય કર્યો હતો, એમ સ્થાનિક મીડિયાએ બુધવાર, 17 ડિસેમ્બરે જણાવ્યું હતું.