ભારતે બાંગ્લાદેશમાં વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ કર્યું, રાજદૂતને સમન્સ કર્યા
ભારતે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)ને સુરક્ષા કારણોસર બુધવાર, 17 ડિસેમ્બરે બંધ કર્યું હતું. ઢાકામાં જમુના ફ્યુચર પાર્ક ખાતે આવેલ IVAC રાજધાનીમાં તમામ ભારતીય વિઝા સેવાઓ માટેનું મુખ્ય અને સંકલિત કેન્દ્ર હતું. ભારતે બાંગ્લાદેશનના રાજદૂતને સમન્સ કરીને
સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.